ફોનમાં Instagram ખોલીએ કે તરત જ બંધ કરી દેવાનું મન થાય છે? કોઈની સામે instagram ખોલતા શરમ આવે છે? સતત એક જેવા જ વિડીયો અને ફોટો આવ્યા રાખે છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આ સમસ્યાનું સમાધાન અમે લઈને આવ્યા છીએ. હવે જો તમારું Instagram Feed જૂના રસ વગરના કન્ટેન્ટથી ભરાઈ ગયું છે, તો હવે સમય છે એક નવી શરૂઆતનો – Instagramના અલ્ગોરિધમને ‘Reset’ કરવાનો!
શું તમે જાણો છો કે હવે Instagram પર આવી ગયું છે એક આવું ફીચર કે જેમાં તમારું Explore, Reels અને Feed બધું એકદમ નવા જેવી રીતે શરૂ થઈ શકે? હા, તમે Instagram પર કેવી માહિતી જોવી છે તે તમારી જાતેજ નક્કી કરી શકો છો. આ બધું જ શક્ય છે instagram ના નવા ફીચર instagram Algorithm Reset થી, તો ચાલો જોઈએ કેવી રીતે!
Instagram Algorithm Reset એટલે શું?
Instagram અલ્ગોરિધમ એટલે Instagram કઈ પોસ્ટ્સ તમને બતાવશે તે નક્કી કરવાની સિસ્ટમ. તમે કેટલીવાર લાઈક કરો છો, કોના પોસ્ટ પર કોમેન્ટ કરો છો, કઈ Reel પર વધારે સમય રોકાઓ છો – એ બધું Instagram નોંધે છે અને એના આધારે તમને કન્ટેન્ટ બતાવવાનું ચાલુ રાખે છે.
ક્યારેક એવું થાય કે તમારું Instagram ફીડ તમારી હાલના રસ બાબતો બતાવતું જ નથી. જૂના રસ અથવા અસંવેદનશીલ કન્ટેન્ટની ભરમાર થઈ જાય છે. આવી સ્થિતિમાં Algorithm Reset કરવો એટલે તમારા Feedને એક નવો શ્વાસ આપવો.
શા માટે કરવો જોઈએ Algorithm Reset?
Instagram Reset કરવાથી તમે નીચેની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે:
- તમારા રસ બદલાઈ ગયા છે.
- ઘણા સમયથી એક જ પ્રકારની પોસ્ટ્સ જોવી પડી રહી છે.
- કોઈ અજાણી અને અશ્લીલ નગમતી Reel જોઈ લીધી અને હવે એ જ પ્રકારની રીલની ભરમાર થઈ ગઈ છે.
- નવી વસ્તુઓ અને ક્રિએટર્સ શોધવા ઈચ્છો છો.
Instagram Algorithm કેવી રીતે Reset કરશો? (5 સરળ સ્ટેપ)
તમે પણ તૈયાર છો નવી શરૂઆત માટે? તો અહીં છે સરળ પગલાં:
- તમારા Instagram Profile પર જાઓ અને ઉપરના ખૂણે આપેલ ‘ત્રણ લાઇન’ (≡) પર ટચ કરો.
- નીચે સ્ક્રોલ કરો અને ‘What you see’ સેક્શન પર જાઓ.
- ત્યારબાદ ‘Content Preferences’ પસંદ કરો.
- પછી ‘Reset Suggested Content’ પસંદ કરો.
- છેલ્લે ‘Reset Suggested Content’ ને કન્ફર્મ કરો.
Pro Tip: Reset કરતાં પહેલાં Instagram તમને તમારા Follow કરતા એકાઉન્ટની યાદી બતાવશે – ત્યાંથી તમે જૂના અકાઉન્ટ અનફોલો પણ કરી શકો છો.
Instagram Algorithm Reset કર્યા પછી શું થશે?
Reset કર્યા પછી તમારું Instagram ફરીથી શીખવાનું શરૂ કરશે – એટલે કે તમે જે કન્ટેન્ટ સાથે Engage કરશો (Like, Comment, Watch), એના આધારે તમારું નવું Feed તૈયાર થશે.
પરંતુ ધ્યાન રાખો, નીચેની વસ્તુઓ બદલાશે નહીં:
- તમે જેમના ફોલોઇંગ છો, એ એકાઉન્ટ (જોઈએ તો Unfollow કરો)
- તમારા Ads
- તમારા Existing Posts, Stories, અને Messages
એવું સમજો કે તમે નવા ઘરમાં શિફ્ટ થયાં છો, પણ જૂના દોસ્તો અને સામાન સાથે – બસ તમારી આસપાસનું વાતાવરણ બદલાયું છે.
તમારા Instagram નો Experience બીજી કઈ રીતે સુધારી શકાય ?
Reset વગર પણ તમારું Feed થોડું સુધારી શકો છો. અહીં છે થોડા ટિપ્સ:
- કોઈ પોસ્ટ ગમે તો ‘Interested’ પસંદ કરો (⋮ ડોટ પર ટચ કરો).
- ન ગમતી પોસ્ટ આવે તો ‘Not Interested’ પસંદ કરો.
- Hidden Words સેટ કરો જેથી કંઈક ચોક્કસ કંટાળાજનક કન્ટેન્ટ દેખાય નહીં.
- Instagram Logo પર ટચ કરી ‘Following Feed’ પસંદ કરો – બધા પોસ્ટ્સ ક્રોનોલોજીકલી દેખાશે.
- તમારા મનગમતા એકાઉન્ટ માટે ‘Favorites List’ બનાવો.
હવે તમે તૈયાર છો એક નવી શરૂઆત કરવા માટે?
હવે વિચાર કરો – જ્યારે તમે તમારી અલમારી ગોઠવો છો ત્યારે કેટલું સારું લાગે છે ને? એવું જ એક virtual spring cleaning છે તમારું Instagram Reset કરવું. નવી પસંદગીઓ માટે જગ્યા થાય, જૂનાથી છૂટકારો મળે અને મન પણ ખુશખુશાલ રહે.
તો હવે રાહ શેની જુઓ છો? તમારું Instagram Reset કરો અને ફરીથી માણો તમારી પસંદગીનું એક Social Media Experience – બસ થોડું ધ્યાન રાખો કે શરૂઆતમાં શું Like કે Watch કરો છો, કેમ કે એથી જ Instagram ફરીથી તમારું Feed બનાવશે.