જો તમે પણ નવો ફોન લેવાનો પ્લાન બનાવી રહ્યા હો અને તમારી લિસ્ટમાં OnePlusના ફોન હોય, તો તૈયાર થઈ જાવ! OnePlus 13s ભારતમાં ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. આ ફોન 5 જૂનના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થવાનો છે, અને ફીચર્સ જોઈને લાગે છે કે તુફાન આવી રહ્યું છે માર્કેટમાં!
આ ફોન ખાસ કરીને એમના માટે છે જેમને પાવરફુલ ફોન જોઈએ પણ ફોનની સાઈઝ મોટી ના હોય. હા, OnePlus 13s એક કમ્પેક્ટ ફ્લેગશિપ છે જે OnePlus 13R અને OnePlus 13ની વચ્ચે આવેલું મોડેલ છે. પણ પાવરમા કોઈ કચાશ નથી — એમાં Qualcomm Snapdragon 8 Elite ચિપસેટ છે, જે અત્યારના સમયનું સૌથી મજબૂત Android પ્રોસેસર છે!
આકર્ષક ડિઝાઇન અને ત્રણ કલર્સમાં આવશે OnePlus 13s
OnePlus 13s ત્રણ રંગોમાં આવશે – Black Velvet, Pink Satin અને Green Silk. પણ ખાસ વાત એ છે કે Green Silk કલર ફક્ત ભારતીય યૂઝર્સ માટે છે – દુનિયાની બીજે કોઈ માર્કેટમાં એ ઉપલબ્ધ નહીં હોય! કંપનીએ Velvet Glass Texture આપ્યું છે, જે મોબાઈલને સોફ્ટ અને સ્કિન જેવા ટચ સાથેનું લૂક આપે છે. આ ફોનમાં Looks અને Feel બંને પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે.
પરફોર્મન્સમાં છે પાવરહાઉસ!
આગળ વાત કરી તેમ આ મોબાઈલ છે કમ્પેક્ટ છે પણ કમજોર નહિ! OnePlus 13sમાં Snapdragon 8 Elite પ્રોસેસર છે – એવું જ પ્રોસેસર જે OnePlus 13માં છે. એનો અર્થ એ થયો કે આ ફોન સાઇઝમાં નાના હોવા છતાં Performanceમાં કોઈ કમી નહીં રહે. આ ફોનમાં આવે છે Vapor Chamber Cooling system, જેથી ફોન ગરમ પણ નહીં થાય.
Selfie લવર્સ માટે છે ખુશખબર
હાલ સુધી તો કંપનીએ માત્ર Front કેમેરાની સ્પષ્ટ માહિતી આપી છે – અને એ છે 32MP Autofocus Selfie Camera. રિયર કેમેરા માં Promotional Photo જોઈને લાગે છે કે Dual Camera Setup હશે – જેમા મુખ્ય કેમેરા સાથે Ultra-wide Lens પણ હશે એવું માનવામાં આવે છે. AI Feature પણ છે – એટલે ફોટા અને વીડિયો બંનેમાં enhancing features મળશે.
બેસ્ટ ડિસ્પલે, લાંબી બેટરી અને નવું પ્લસ બટન
OnePlus 13sમાં AMOLED Display મળશે – એટલે કલર્સ અને Contrast એકદમ ધાસૂ હશે. ઉપરાંત એક “Plus Button” પણ ઉમેરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ એડવાન્સ ફીચર્સ માટે થશે એવું companyનું કહેવુ છે. અને હા, Battery પણ સારી ચાલે છે – OnePlus કહે છે કે એક ફૂલ ચાર્જ પર 24 કલાક સુધી ચાલે એવું Powerful Battery Backup મળશે.
ક્યારે લોન્ચ થશે OnePlus 13s ? કેટલી હશે કિંમત ?
OnePlus 13s ભારત સહિત કેટલાંક ઇન્ટરનેશનલ માર્કેટમાં 5 જૂનના રોજ લોન્ચ થશે. કિંમતોની વાત કરીએ તો, મળતી માહિતી મુજબ આ ફોન ₹55,000 આસપાસ હશે. એ OnePlus 13 કરતાં સસ્તો છે (જે શરૂ થાય છે ₹69,999થી) અને OnePlus 13R કરતાં મોંઘો છે (જે શરૂ થાય છે ₹42,999થી). એવી પણ ચર્ચા છે કે વધારે RAM અને સ્ટોરેજ સાથેના વર્ઝન પણ આવશે.
અંતે
જો તમે પણ નવી ટેકનોલોજી જાણવામાં ઇન્ટરસ્ટેડ છો અને એવો ફોન શોધી રહ્યા છો જે સ્ટાઇલિશ પણ હોય અને પાવરફુલ પણ – તો OnePlus 13s તમારા માટે એકદમ પરફેક્ટ ચોઈસ બની શકે છે. એની કિંમતે, ફીચર્સ અને ડિઝાઇન જોઈને લાગે છે કે આ ફોન OnePlusના ફેન્સ માટે ખાસ બનાવવામાં આવ્યો છે.
તમને આ આર્ટિકલ કેવું લાગ્યું? તમને કયું ફીચર સૌથી વધારે ગમ્યું? નીચે Commentમાં જરૂરથી લખજો! અને આવા જ તાજા ટેક અપડેટ્સ માટે visit કરતા રહો – TechYug.in – ગુજરાતની પોતાની ટેક દુનિયા!








