આજકાલ બે-ત્રણ વર્ષે મોબાઇલ બદલવાનું સામાન્ય બની ગયું છે. નવો ફોન લેતા પહેલા જૂનો ફોન વેચવો કે કોઈને આપવો એ સારી વાત છે—પણ શું તમે જાણો છો કે તમારો જૂનું ફોન તમારાં અંગત ડેટાનું ભંડાર હોય શકે છે? ફોટા, વિડિઓ, ચેટ, એપ્સના પાસવર્ડ, બેન્ક એપનો ઍક્સેસ — બધું જ તમારા જૂના ફોનમાં હોય છે. જો આ ડેટા યોગ્ય રીતે ડિલીટ ન કરવામાં આવે તો તમારો અંગત ડેટા કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં પહોંચી શકે છે!
ઘણાં લોકો એમ માને છે કે “Factory Reset” કરવાથી બધું ડિલીટ થઇ જાય છે — પણ ખરેખર શું એ પૂરતું છે? શું તમારાં ફોટા અને ડેટા હંમેશાં માટે Erase થઇ જાય છે? જો તમે પણ નવો ફોન લેવાની તૈયારીમાં છો અને જૂનો ફોન વેચવાનો પ્લાન છે, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ ઉપયોગી છે. ચાલો જાણીએ, ફોન વેચતા પહેલા કેવી રીતે તમામ ડેટા સંપૂર્ણ રીતે ડિલીટ કરવો અને કઈ બાબતોની ખાસ કાળજી લેવી જોઈએ.
જૂનો Android ફોન વેચતા પહેલા શું કરવું જોઈએ?
જો તમે નવો ફોન લેવા જઈ રહ્યાં છો અને તમારો જૂનો Android ફોન વેચવાનું વિચારી રહ્યાં છો, તો માત્ર factory reset કરવું પૂરતું નથી. નીચેની બાબતોનું ધ્યાન રાખશો તો તમારો અંગત ડેટા અને બેન્કિંગની માહિતી સલામત રહેશે:
1. તમારા Google Accountમાંથી Sign Out કરો.
Android ફોનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે Google Account. જો તમે Sign Out કર્યા વિના ફોન કોઈને આપો છો, તો તમારા Gmail, Drive, Photos, અને Contacts જેવી માહિતી બીજાના હાથમાં જઈ શકે છે.
➡️ કેવી રીતે કરવું:
- Settings > Accounts > Google > તમારા એકાઉન્ટ પર ટૅપ કરો > Remove account
2. Bank અને Payment Apps Unlink અને Clear કરવી
PhonePe, GPay, Paytm જેવી appsમાં તમારું bank linked હોય છે. વેચતા પહેલા આ appsમાંથી logout થવું અને history clear કરવી જરૂરી છે.
➡️ કેવી રીતે કરવું:
- app ખોલો > Account settings > Log out કરો અને જો હોય તો “Remove Device” કરો.
3. SIM Card અને SD Card કાઢી નાખો.
આપણે ઘણીવાર SIM અને SD card ભૂલી જઈએ છીએ. તમારો પર્સનલ ડેટા SD cardમાં હોવાનો પુરતો ચાન્સ હોય છે. જેથી જૂનો ફોન વેચતા પહેલા બધા જ કાર્ડ યાદ રાખીને કાઢી નાખવા જોઈએ.
Android ડેટાનો Backup કેવી રીતે લેવું?
જ્યારે તમે ફોન Erase કરો છો ત્યારે તમારા Photos, Contacts, Documents બધું જ ડિલીટ થઈ જશે. એટલે પહેલા Backup લેજો.
1. Google Accountથી કઈ રીતે Backup લઈ શકાય ?
Google Contacts, Gmail, Calendar, અને Drive એ તમારો ડેટા auto backup કરે છે. છતાં પણ તમે Backup લેવા માંગતા હોવ તો નીચેના સ્ટેપ અનુસરો
- Settings > Google > Backup > “Back up now” પર ક્લિક કરો.
2. WhatsApp ની ચેટ નું Backup લો.
WhatsAppના Messages અને Media ડિલીટ ન થાય એ માટે Google Driveમાં backup લેવું જરૂરી છે.
➡️ કેવી રીતે Whatsapp નું બેકઅપ લેવું ?:
- WhatsApp > Settings > Chats > Chat backup > “Back Up” પર ક્લિક કરો.
3. Photos અને Videos નું Backup લો.
Google Photos app બધું cloud પર store કરે છે. ખાતરી કરો કે sync ચાલુ છે.
ખાત્રી કરવા માટે : Settings > Photos app > Backup & Sync > ON કરો.
Android ફોન વેચતા પહેલા બધો ડેટા કેવી રીતે Erase કરવો?
Backup થયા પછી હવે છે સૌથી મહત્વપૂર્ણ પગલું – ફોનમાંથી ડેટાને Security સાથે Erase કરવું.
1. Phone Encryption (અગાઉના ડેટાને unreadable બનાવવું)
જોકે Android 10 પછીના મોટાભાગના ફોન auto-encrypted હોય છે, છતાં, તમે ચેક કરી શકો:
સ્ટેપ : Settings > Security > Encryption > Enabled છે કે નહિ તે જુઓ.
2. બધા All Accounts રિમૂવ કરો
ફેક્ટરી રિસેટ કરતા પહેલા તમારું Google અને અન્ય accounts રિમૂવ કરો.
બધા એકાઉન્ટ રિમુવ કરવા માટે : Settings > Accounts > Remove All Accounts
3. હવે Factory Reset કરો
હવે તમારા ફોનને erase કરો: Settings > System > Reset > Factory Data Reset > Confirm.
આમ કરવાથી તમારો ફોન સંપૂર્ણ રીતે Erase થઈ જશે અને કંપનીમાંથી જેવો લીધો હતો તેવો જ બની જશે.
વિશેષ સૂચન:
- Factory reset પછી પણ કોઈ પણ વ્યકિત તમારો ડેટા ફરીથી પાછો ન મેળવી શકે એ માટે, Factory reset કર્યા પછી થોડો નવો random data (ફોટા, વિડીયો) ફરીથી નાખી અને ફરીથી ફોનને Factory reset કરો. આને “data overwriting” કહેવાય છે, જે સુરક્ષાને વધારે મજબૂત બનાવે છે.
અંતિમ સૂચનાઓ અને ચેતવણી
જો તમે ઉપર જણાવેલ દરેક સ્ટેપ ધ્યાનથી અનુસરો છો, તો તમે તમારાં જૂના Android ફોનમાંથી banking, personal અને professional માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ડિલીટ કરી શકો છો. આજના ડિજિટલ યૂગમાં પર્સનલ માહિતી સિક્યોર રાખવી ખૂબ જ જરૂરી છે — ખાસ કરીને જ્યારે ફોન વેચવામાં આવે ત્યારે.
ખાસ ચેતવણી:
- ફક્ત Factory Reset પર નિર્ભર ન રહો. ખાતરી કરો કે તમારું Google Account, banking apps અને SD Card પહેલા દૂર થયા છે કે નહીં.
- ફોન કોઈ અજાણી વ્યક્તિને આપતા પહેલા તેના વિશે ચોક્કસ માહિતી મેળવી લેવી. તમારા બેન્ક અને ઓટીપી સંબંધિત appsને ખાસ ધ્યાનમાં લો — તમારા OTP, પાસવર્ડ અને કાર્ડની વિગતો સુધી કોઈ પહોચવું ન જોઈએ.
Disclaimer
આ લેખ માત્ર માહિતી પૂરું પાડવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. અમે કોઈપણ પ્રકારના ડેટા ગુમાવાનો, તમારાં મોબાઇલની ગેરવાપરાથી થયેલી નુકસાની, અથવા હેકિંગના કેસ માટે TechYug.in અથવા લેખક જવાબદાર નહીં રહે. વાચકોને વિનંતી છે કે તેઓ પોતાની જવાબદારી પર જરૂરી પગલાં ભરી આગળ વધે. વધુ સલાહ માટે તમારા મોબાઈલ કંપનીના અધિકૃત Customer Supportનો સંપર્ક કરો.