આજકાલ પૈસાની લેવડદેવડ માટે બેન્કમાં જવા કરતા લોકો મોબાઈલથી જ પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. ફોનથી પૈસાની લેવડદેવડ ઝડપી અને સરળ બને છે પણ સામે ફ્રોડ થવાનો ખતરો વધી જાય છે. આપણને ફોનમાં OTP આવે એ પહેલા જ લોકોના ખાતા ખાલી થવાની વાતો સાંભળવા મળે છે. હવે ચોરો ચપ્પલ પહેરીને નહીં આવે, ફેન્સી અવાજમાં કોલ કરીને “હેલો સર, તમારું KYC પેન્ડિંગ છે.” કહીને તમારો ભરોસું જીતી લે છે. અને પછી તમારું બેંક ખાતું ખાલી!
હું જાણું છું, તમે વિચારતા હશો કે “મને તો આવા બધા ફ્રોડની ખબર છે”, પણ એ જ તમારી મોટી ભૂલ છે. આજના ફ્રોડિયા એવા ચાલાક છે કે તેઓ તમારું ATM પિન પૂછ્યા વગર પણ તમારું ખાતું સાફ કરી શકે! લેખમાં આગળ આપણે જાણશું કે આવા ઓનલાઈન ઠગોથી કેવી રીતે બચવું, કઈ રીતે સાવચેતીથી મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરવો અને જો ભુલથી કોઈ ફસાઈ જાય તો તાત્કાલિક શું કરવું? તો ચાલો, હળવી ભાષામાં એક ગંભીર વિષય પર થોડી મજેદાર અને ઉપયોગી ચર્ચા કરીએ!
આજકાલ લોકોના પૈસા બેંકમાં નહિ, મોબાઈલમાં છે!
આજની જનરેશનને પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકની લાઈન લગાવવી ભૂતકાળ જેવી લાગે છે. હવે તો GPay, PhonePe, Paytm અને NEFT, IMPS બધું એક ક્લિકમાં થાય છે. પણ સાથેસાથે એક ખતરનાક ભય પણ ઉગ્યો છે – “Cyber Fraud”.
અત્યારના ચોરો હાથમાં હથિયાર નહીં, પણ ફોનમાં મીઠો અવાજ લઈને આવે છે. વાત કરે છે એવા ભરોસાથી કે તમને લાગે ખરેખર તમારા ખાતામાં કોઈ સમસ્યા છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે આવા ફોન કોલ્સ, લિંક્સ અને SMS થી કેવી રીતે બચી શકાય – અને તમારું મહેનતનું બચાવેલું ધન કેવી રીતે સુરક્ષિત રાખી શકાય!
હવે ચોર દરવાજાથી નહિ, ફોન કોલ અને લિંકથી ઘૂસે છે!
ભાઈ, એક સમય હતો જ્યારે ચોર ઘરમાં તાળું તોડી ઘૂસતા હતા. હવે તો મોબાઈલથી જ તમારા બેંક ખાતાના તાળાં તૂટે છે!
આજના ફ્રોડિયા નીચે આપેલા રસ્તાઓથી લોકોનું એકાઉન્ટ સાફ કરે છે:
- Fake KYC Calls: કોઈ ભાઈસાહેબ તમને ફોન કરે છે કે “તમારું ખાતું બંધ થઈ જશે, તરત KYC કરો”, અને પછી એક લિંક મોકલે છે – જેમાં ક્લિક કરતા જ તમારું એકાઉન્ટ હેક થાય છે.
- WhatsApp લિંક સ્કેમ: કોઈ એક મેસેજ આવે છે: “₹5,000 નું ઇનામ જીતો! ફોર્મ ભરો”. લિંક ખોલ્યા પછી તમારું ડેટા ફિશિંગ થાય છે.
- Screen Sharing એપ્લિકેશન: કોઈ કહે છે કે “અમે તમારા એકાઉન્ટમાં મદદ કરીએ છીએ, આ એપ (AnyDesk, QuickSupport) ડાઉનલોડ કરો” – બસ! પછી તો તમારું ફોન એમના હાથમાં જાય છે.
કઈ કઈ રીતે થાય છે બેંકિંગ ફ્રોડ? – સમજશો તો બચી જશો!
ચાલો, હવે વિવિધ પ્રકારના બેન્કિંગ ફ્રોડના ફોર્મ્યુલા સમજીએ:
પ્રકાર | ચોરો શું કરે છે? | તમારે શું ન કરવું જોઈએ? |
---|---|---|
OTP સ્કેમ | ફોન પર OTP પૂછે છે. | ફોન પર ક્યારેય OTP શેયર ન કરો. |
KYC Update Calls | KYC કરવા માટે લિંક મોકલે છે. | ક્યારેય અજાણી લિંક ન ખોલો. |
Screen Sharing | એપ ડાઉનલોડ કરાવે છે. | આવા કોઈ પણ એપ ડાઉનલોડ ન કરો. |
Free Gift Scams | “તમે લોટરી કે iPhone જીત્યો છે”, તેવું કહી લિંક આપે. | લાલચથી દૂર રહો અને આવી લિંક પર ક્લિક ન કરો. |
Fake Bank Website | સાચા જેવી દેખાતી બેંકની વેબસાઈટ બનાવે છે | આવી લિંકનું URL ધ્યાનથી ચકાશો. |
બેંકિંગ ફ્રોડથી બચાવના મજબૂત ટિપ્સ
- OTP, પિન કે પાસવર્ડ ક્યારેય કોઈને ન આપો
બેંક પોતે ક્યારેય OTP, પિન કે પાસવર્ડ પૂછતી નથી – ને જો પૂછે, તો સમજી જજો કે ફ્રોડ છે! - Screen Sharing એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો
કોઈ કહેશે “એપ ડાઉનલોડ કરો”, તો સીધું બોલો “ના ભાઈ, મારો મોબાઈલ મારી મરજી!” - મેસેજ કે WhatsApp લિંક પર ક્લિક ન કરો
ખાસ કરીને એવી લિંક કે જેમાં લાલચ હોય: “₹2000 Cashback મેળવો”, “Free Gift મેળવો”, “તમે iphone જીત્યા છો” – આવા લિંક્સ ફ્રોડ ના દરવાજા હોય છે! - સાવધ રહો જ્યારે તમને કોઈ ભયથી ભરેલો મેસેજ મોકલે
જેમ કે: “તમારું એકાઉન્ટ બંધ થઈ જશે”, “તમારું PAN રદ થશે” – એ બધું ફ્રોડ હોય છે. - Strong Password અને 2-Step Verification વાપરો
તમારા Gmail, Facebook, અને Bank Account માટે હંમેશાં બે લેયરની સુરક્ષા રાખો. તમારા બધા જ પાસવર્ડ ખૂબ જ મજબૂત રાખો. - Public WiFi પર બેન્કિંગ ન કરો
કાફે કે બસ સ્ટેશનમાં જો WiFi ફ્રી મળે, તો Snapchat ખોલો – બેંકિંગ એપ નહિ!
WhatsApp અને Instagram ના લાલચથી બચો
તમને કોઈ શખ્સ ફોટા સાથે મોકલે કે “અમે Amul Companyમાંથી છીએ – ₹5,000નું ઇનામ છે”, તો તરત વિચારવું જોઈએ – શું ખરેખર Amul તમને શોધી રહ્યું છે?
forwarding કરતાં પહેલા fact-checking કરો. Google પર સર્ચ કરો કે આવી ઓફર સાચી છે કે નહીં.
જો ફ્રોડમાં ફસાઈ જાઓ તો શું કરશો?
જો તમે કે તમારા કોઈ મિત્ર-સંબંધી આવા કોઈ ફ્રોડમાં ફસાઈ જાઓ, તો ઘભરાવાની જરૂર નથી તો તરત નીચેના પગલાં લો:
- તમારું બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ બ્લોક કરો, જેથી આગળ કોઈ ટ્રાન્જકશન ન કરી શકે.
- તાત્કાલિક Cyber Helpline Number: 1930 પર કોલ કરો.
- https://cybercrime.gov.in પર જાઓ અને તમારી ફરિયાદ કરો.
- નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો.
- મોબાઈલમાં જો કોઈ શંકાસ્પદ એપ હોય, તો તેને તરત Uninstall કરો.
અંતે “જાગૃત રહો, સુરક્ષિત રહો!”
આજના યુગમાં જાણકારી એ સૌથી મોટું હથિયાર છે. ફ્રોડિયા તો નવા નવા રસ્તાઓથી ફ્રોડ કરવાનું ચાલુ રાખશે પણ આપણે જ આપણી સુરક્ષા કરવી પડશે.
આ લેખ તમારા ફ્રેન્ડ્સ અને પરિવારજનો સાથે શેર કરો – કેમ કે જે જાણે છે એ બચી શકે છે!