આજના સમયમાં AI આપણને દરેક જગ્યા પર જોવા મળે છે — ચેટ કરવા, ઇમેજ જનરેટ કરવા, કે પછી કોડ લખવા માટે મદદ મળે છે. પણ અત્યાર સુધી આ બધું કરવા માટે ઇન્ટરનેટ હોવું જરૂરી હતું. ChatGPT હોય કે Gemini, બધું ક્લાઉડ આધારિત છે – એટલે ઇન્ટરનેટ વગર તે કામ નથી કરતા.
પણ હવે ગુગલે એક નવી દિશા તરફ પગલું ભરીને એવી એપ લોન્ચ કરી છે, જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગર પણ AI સર્વિસ આપી શકે છે. તેનું નામ છે Google AI Edge Gallery – અને આ એપ ડેટા પણ સુરક્ષિત રાખે છે કારણ કે બધી પ્રક્રિયા તમારા ફોનમાં જ થાય છે.
શું છે Google AI Edge Gallery?
આ એ એપ છે જેમાં તમે વિવિધ AI મોડલ્સ ટ્રાય કરી શકો છો – વાતચીત (chat), કોડ લખવું કે કોડ એડિટ કરવો, ફોટો પરથી પ્રશ્નો પૂછવા જેવા કામો કરી શકો છો.
એપમાં ત્રણ મુખ્ય સેક્શન્સ છે:
- Ask Image: ફોટો અપલોડ કરો અને એના વિશે પૂછો – આ શું છે? ક્યાં છે? વગેરે.
- Prompt Lab: લખાણને summarize કરો, rewrite કરો, કોડ જનરેટ કરો.
- AI Chat: AI સાથે one-to-one વાતચીત કરો.
મોટો ફાયદો એ છે કે આ બધું તમારા મોબાઈલ પર જ થાય છે – એટલે તમારો ડેટા પણ સુરક્ષિત રહે છે.
કેવી રીતે ઇન્સ્ટોલ કરવી Google AI Edge Gallery એપ?
હાલમાં આ એપ Google દ્વારા experimental Alpha release રૂપે GitHub પર ઉપલબ્ધ છે – એટલે કે Play Store પર હજુ નથી. Android વપરાશકર્તાઓ GitHub પરથી APK ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકે છે.
ઇન્સ્ટોલેશન સ્ટેપ્સ:
- GitHub પરથી APK ફાઇલ ડાઉનલોડ કરો.
- File Manager ખોલી APK પર ટચ કરો.
- Unknown Sources માટે પરમિશન Allow કરો
- ઇન્સ્ટોલેશન પુરૂ કરો.
Offline AI છે ભવિષ્ય!
Google ની આ નવી પહેલ દર્શાવે છે કે હવે AI માત્ર powerful servers પર જ નહી – આપણાં ફોનમાં પણ સ્માર્ટ બની રહ્યું છે. સીધું તમારા મોબાઈલમાં AI ચલાવવાથી ન માત્ર internet પરનું ભારણ ઘટે છે, પણ તમારો પર્સનલ ડેટા પણ વધારે સુરક્ષિત રહે છે.
આ એપ હજી ડેવલપમેન્ટ ફેઝમાં છે, પણ તેના પાછળનો વિચારો એક મોટી ટેક રીવોલ્યુશન તરફ ઈશારો કરે છે – જ્યાં તમારો મોબાઈલ ફોન તમારા AI સહાયક તરીકે કામ કરશે, એ પણ કોઈ નેટ વગર!








