શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમને ગમતા કપડાં તમારા પર કેવા લાગશે તે ઘરે બેઠા તમારા મોબાઈલમાં જ ચેક કરી શકાય? કે પછી ઓનલાઈન શોપિંગ કરતી વખતે કન્ફ્યુઝન થાય છે કે કયો ડ્રેસ તમારા પર સારો લાગશે? જો હા, તો તમારા માટે એક જોરદાર ખુશખબર છે! Google Labs એ એક નવી અને અનોખી એપ લૉન્ચ કરી છે જે તમારા ફેશન અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે. નામ છે એનું ‘Doppl’!
ઘરે બેઠા જ પહેરી શકશો કપડાં
Doppl એ એક એવી જાદુઈ એપ છે જ્યાં તમે AI ની મદદથી વર્ચ્યુઅલી કપડાં ટ્રાય કરી શકો છો. સાંભળીને જ મજા પડી ગઈ ને? આ એપમાં તમારે ફક્ત તમારો એક ફુલ-બોડી ફોટો અપલોડ કરવાની છે, અને બસ, તમારું ડિજિટલ વર્ઝન તૈયાર! પછી તમે કોઈપણ કપડાંનો ફોટો, પછી ભલે તે કોઈ વેબસાઇટ પરથી હોય, સોશિયલ મીડિયા પરથી હોય કે તમારા મિત્રના કપડાં હોય, તેને તમારા ડિજિટલ અવતાર પર પહેરાવીને જોઈ શકો છો. આ એપ એટલી શાનદાર છે કે તે તમને કપડાં પહેરીને ચાલતા હોય તેવો AI-જનરેટેડ વિડીયો પણ બનાવી આપશે, જેથી તમને ખબર પડે કે કપડાં મૂવમેન્ટમાં કેવા લાગશે.
એપ જણાવશે ક્યા કપડાં તમારા પર સારા લાગશે?
આ Doppl એપ તમારા ફેશનને લઈને થતા દરેક પ્રશ્નોનો જવાબ આપશે. શું તમારે પાર્ટી માટે નવો ડ્રેસ જોઈએ છે? કે પછી ઓફિસ માટે પરફેક્ટ બ્લેઝર શોધવું છે? ફક્ત ફોટો લો, Doppl માં અપલોડ કરો અને જુઓ કે તે તમારા પર કેવું લાગે છે. તમે તમારા મનપસંદ લુક્સને સેવ કરી શકો છો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. જોકે, અત્યારે આ એપ યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ઉપલબ્ધ છે અને શૂઝ, લૅંઝરી કે એક્સેસરીઝ જેવા અમુક કેટેગરીના કપડાં ટ્રાય કરવા માટે સપોર્ટ કરતી નથી. ઉપરાંત, આ એક પ્રાયોગિક એપ હોવાથી, ક્યારેક થોડી ભૂલો થઈ શકે છે, પણ Google સતત તેને સુધારવા માટે કામ કરી રહ્યું છે.
અંતે
આવી જ અવનવી ટેકનોલોજી અને લેટેસ્ટ ટેક ન્યુઝ વિશે જાણવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહો. અમને આશા છે કે તમને આ આર્ટીકલ વાંચવાની મજા આવી હશે.
Doppl વિશે તમારા શું વિચારો છે? શું તમે આવી એપ ભારતમાં આવે તેવું ઈચ્છો છો? નીચે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. અમે તમારા પ્રતિભાવો જાણવા આતુર છીએ!