અત્યારે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલ વાંદરાવાળા વિડિઓ તો તમે જોયા જ હશે! આવા વીડિયો ગૂગલના Veo 3 દ્વારા બનાવી શકાય છે. પણ Veo 3 માટે Gemini Ai Pro હોવું જરૂરી છે, જેની કિંમત આશરે ₹21,000 જેટલી છે. પણ ગુગલે ખાસ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક એવી ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે, જેમાં તમને Gemini Ai Pro બિલકુલ મફતમાં મળશે.
વિશ્વાસ નથી થતો ને? પણ આ સાચું છે. ચાલો જાણીએ, આ ઓફરનો લાભ કઈ રીતે ઉઠાવી શકાય છે?
શું છે ગુગલની આ ધમાકેદાર ઓફર?
મિત્રો, ગુગલે ભારતના કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે તેનો પ્રીમિયમ ‘AI Pro’ પ્લાન એક વર્ષ માટે બિલકુલ ફ્રી કરી દીધો છે. સામાન્ય રીતે આ પ્લાનની કિંમત દર મહિને ₹1,950 છે, જેનો અર્થ છે કે આ ઓફરથી વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન લગભગ ₹21,450 ની સીધી બચત થશે! આ કોઈ નાનીસૂની વાત નથી.
આ ઓફરનો લાભ લેવા માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 છે. તેથી, તમારે વહેલી તકે આ ઓફર માટે એપ્લાય કરી દેવું જોઈએ.
Gemini Ai Pro પ્લાનમાં તમને શું શું મળશે?
આ પ્લાનથી માત્ર સ્ટોરેજ નહી, પરંતુ એવા શક્તિશાળી ટૂલ્સ છે જે તમારા અભ્યાસ અને પ્રોજેક્ટ્સને એક નવા સ્તરે લઈ જશે.
- 2TB ક્લાઉડ સ્ટોરેજ: તમને Google Drive, Gmail અને Photos માં કુલ 2TB સ્ટોરેજ મળશે. હવે મોટા પ્રોજેક્ટ ફાઈલ્સ કે પછી હજારો ફોટા સાચવવાની ચિંતા કરવાની જરૂર નથી.
- પાવરફુલ AI ટૂલ્સ: તમને ગુગલના સૌથી લેટેસ્ટ AI મોડલ જેવા કે Gemini 2.5 Pro અને Deep Research નો ઉપયોગ કરવા મળશે. આટલું જ નહીં, તમે ગુગલના નવા વીડિયો જનરેશન પ્લેટફોર્મ Veo 3 નો પણ ઉપયોગ કરી શકશો.
- દર મહિને 1,000 AI ક્રેડિટ્સ: તમને દર મહિને 1,000 AI ક્રેડિટ્સ મળશે જેનો ઉપયોગ તમે Flow અને Whisk જેવા પ્લેટફોર્મ પર ટેક્સ્ટ, ઈમેજ અને વીડિયો બનાવવા માટે કરી શકો છો.
- પ્રોડક્ટિવિટીમાં વધારો: આ પ્લાનથી તમે Google Docs, Sheets અને Slides માં સીધા જ Gemini AI નો ઉપયોગ કરી શકશો, જેનાથી તમારું કામ વધુ સરળ અને ઝડપી બનશે.
કોણ લઈ શકે છે આ ઓફરનો લાભ?
આ ઓફરનો લાભ લેવા માટે ગુગલે કેટલીક સરળ શરતો રાખી છે:
- તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- તમે ભારતમાં રહેતા હોવા જોઈએ.
- તમે ભારતની કોઈ માન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવા જોઈએ.
- તમારી પાસે તમારું પર્સનલ ગુગલ એકાઉન્ટ હોવું જરૂરી છે.
Google Ai Pro ફ્રી સબસ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું?
જો તમે ઉપરની બધી શરતો પૂરી કરો છો, તો ફ્રી સબસ્ક્રિપ્શન મેળવવું ખૂબ જ સરળ છે, માત્ર અહીં આપેલા સ્ટેપ અનુસરો:
- સૌ પ્રથમ, ગૂગલના સત્તાવાર સ્ટુડન્ટ ઑફર પેજ https://goo.gle/freepro પર જાઓ અને “Get Offer” અથવા “Verify Eligibility” બટન પર ક્લિક કરો.
- તમને SheerID ના ફોર્મ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાં તમારું પૂરું નામ, તમારી કૉલેજ/યુનિવર્સિટીનું નામ અને તમારું ઇમેઇલ એડ્રેસ નાખીને સબમિટ કરો.
- તમારી વિદ્યાર્થી તરીકેની ઓળખ સાબિત કરવા માટે, તમારું માન્ય સ્ટુડન્ટ ID કાર્ડ, એનરોલમેન્ટ લેટર, ક્લાસનું ટાઈમટેબલ અથવા ફી ભર્યાની પાવતી – આ ચારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરો. ડોક્યુમેન્ટ ચકાસણીમાં સામાન્ય રીતે 30 મિનિટ જેટલો સમય લાગે છે.
- તમારી માહિતીની સફળતાપૂર્વક ચકાસણી થયા પછી, તમને SheerID તરફથી એક કન્ફર્મેશન ઇમેઇલ મળશે. તે ઇમેઇલ ખોલીને તેમાં આપેલા “Get Google AI Pro” બટન પર ક્લિક કરો.
- હવે, Google Pay અથવા Google One પર UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ઓટોપે સેટ કરો. ₹1-₹2 ની નાની ચકાસણી પછી, તમારો 1 વર્ષનો મફત Gemini AI Pro પ્લાન તરત જ સક્રિય થઈ જશે. જો તમે પ્લાન ચાલુ રાખવા ન માંગતા હો, તો 1 વર્ષ પૂરું થાય તે પહેલાં ઓટોપે રદ કરવાનું યાદ રાખજો.
આ માહિતી ફક્ત માર્ગદર્શન માટે છે. કૃપા કરીને ઑફરની શરતો અને નિયમો માટે સત્તાવાર વેબસાઇટ તપાસો.
અંતે
ટૂંકમાં, ગુગલની આ ઓફર ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક સમાન છે. આનાથી ન માત્ર પૈસાની બચત થશે, પરંતુ અભ્યાસ માટે અત્યાધુનિક AI ટૂલ્સ અને વિશાળ સ્ટોરેજ પણ મળશે.
તો રાહ શેની જુઓ છો? આજે જ તમારું સ્ટુડન્ટ સ્ટેટસ વેરિફાઈ કરો અને આ શાનદાર ઓફરનો લાભ ઉઠાવો. તમને ગુગલની આ ઓફર કેવી લાગી? અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો અને આ આર્ટિકલને તમારા બીજા સ્ટુડન્ટ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં!