તમારો ફોન સતત “Storage Full” બતાવે છે? નવા ફોટો લેવા જાવ એટલે જગ્યા ખૂટી જાય છે? તો મિત્ર, હોશિયાર થાવ! શક્યતા છે કે તમારો ફોન duplicate ફોટોથી ભરાઈ ગયો છે – એક જ ફોટો 4-4 વાર galleryમાં પડેલો છે અને તમને ખબર પણ નહિ હોય! તો હવે સમય આવી ગયો છે આ બધા duplicate ફોટોને Bye Bye કહવાનો, એ પણ બસ એક જ ક્લિકમાં!
આજના આ આર્ટિકલમાં આપણે શીખીશું કે duplicate photos શોધી અને એકસાથે કઈ રીતે દૂર કરી શકાય — અને એ પણ Android અને iPhone બંને માટે સરળ એપ થી! હલકીફૂલકી મજેદાર ભાષામાં, step-by-step માર્ગદર્શિકા સાથે આ આર્ટિકલ ફક્ત ફોટા નહીં, પણ ફોનની જિંદગી પણ બચાવશે! તમારો ફોન થશે તંદુરસ્ત અને gallery થશે સ્વચ્છ — તો ચાલો, જાણીએ કેવી રીતે!
Duplicate Photos આવે છે ક્યાંથી?
ચાલો સૌ પ્રથમ સમજીએ કે આ duplicate photos આખરે આવે છે ક્યાંથી?
- WhatsApp forwards: દરેક ગ્રુપમાંથી એક જ ફોટો 4-4 વાર આવે.
- Screenshots: એક જ ફોટો તમે રોજ સ્ક્રીનશોટ લો છો.
- Google Photos/ iCloud Auto Backup: એક જ ફોટો cloud મા પણ અને local phone માં પણ!
- Instagram/FB Save કરો ત્યારે: તમે એક જ ફોટો ઘણીવાર save કરો છો.
આ રીતે duplicate photos ભેગા થતા જાય છે અને તમને ખબર પણ નહીં હોય!
Duplicate Photos થી શું શું નુકશાન થાય?
Duplicate photos માત્ર ફોનમાં જગ્યા લે છે એટલું જ નહિ, પણ…
- Storage જલ્દી ભરાય જાય છે.
- Backup લેવાનો સમય વધી જાય છે.
- ફોન ધીમો પડે છે.
- Gallery ખોલતા પણ માથું ઘૂમે – એજ photo 4-5 વાર જોવા મળે!
ડુપ્લીકેટ ફોટોને એક એક કરી કાઢવાનું તો સપનામાં પણ ના વિચારશો!
Folder-folder જઈને એક-એક duplicate foto શોધવોએ તો માથાની દુખાવા વાળી બાબત છે. પણ ચિંતા કરશો નહિ! આજકાલના smartphone યુગમાં duplicate ફોટા કાઢવા માટે ઘણી જ સરળ અને મફત એપ્સ ઉપલબ્ધ છે — જે આવા ફોટોને કાઢી નાખશે એક ક્લિકમાં!
Android માટે ડુપ્લીકેટ ફોટો કાઢવાની એપ
Files by Google
Googleની પોતાની app છે – સીધી સાદી અને બિલકુલ સરળ.
ખાસ વાતો:
- Duplicate files auto detect કરે.
- Clean suggestions આપે.
- એક ક્લિકમાં કરી દે છે ક્લીન
- Lightweight app છે (ફોન ધીમો ન થાય).
Duplicate Files Fixer
થોડું વધારે advanced છે, પણ power users માટે perfect છે.
Features:
- Deep scan કરે photos, videos, audio files માટે.
- Similar files પણ શોધે છે.
- ડિલીટ કરતા પહેલા ફાઇલ જોવાની પણ સુવિધા આપે છે.
iPhone માટે ડુપ્લીકેટ ફોટો કાઢવાની એપ
Gemini Photos
Apple users માટે મોજ. Smart technology થી best photo detect કરે અને કાઢી નાખે.
શક્તિશાળી બાબતો:
- Similar અને exact duplicate photos શોધે છે.
- “Best Shot” રાખે, બાકીના delete કરવા માટે સજેસ્ટ કરે છે.
- ઝડપી અને સુંદર ઇન્ટરફેસ
Remo Duplicate Photos Remover
Simple પણ powerful app છે.
ફીચર્સ:
- Albums પ્રમાણે scan કરે છે.
- Auto-Detect + Manual selection બંને
- બિલકુલ ફ્રી એપ છે.
Android માં ડુપ્લીકેટ ફોટો કઈ રીતે કાઢવા?
Files by Google એપ દ્વારા તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ડુપ્લીકેટ ફોટો કઈ રીતે કાઢવા?
- Play Store થી Files by Google install કરો.
- App ખોલીને “Clean” tab પર જાઓ.
- “Duplicate Files” section જુઓ.
- App આપમેળે duplicate photos બતાવશે.
- Preview કરો અને પછી “Delete Duplicates” પર ક્લિક કરો.
ટિપ: હંમેશાં Preview કરો જેથી કોઈ કામનો original ફોટા delete ના થાય.
iPhone માં ડુપ્લીકેટ ફોટો કઈ રીતે કાઢવા?
iphone ઉપયોગ કરતા લોકો માટે Gemini Photos એપ દ્વારા ડુપ્લીકેટ ફોટો કઈ રીતે કાઢી શકાય :
- App Store માંથી Gemini Photos એપ download કરો.
- Permission Allow કરો (Photos Access).
- App scanning શરૂ કરશે – duplicate photos શોધશે.
- Review screen પર જાઓ અને તમારા પસંદ કરેલ photo રાખો.
- “Delete” બટન દબાવો – બધું જ auto managed!
ટિપ: જો માત્ર duplicate ફોટો ડિલીટ કરવા હોય તો Paid version લેવાની જરૂર નથી.
Bonus Tips – Duplicate Photos પાછા ન આવે એ માટે શું કરશો?
- WhatsApp auto-download બંધ કરો:
Settings > Storage and Data > Media Auto-download – બધું Off કરો - Screenshotsની ટેવ હોય તો એને એકઠાં રાખો અને સમયાંતરે delete કરો.
- Google Photos માં “Free up space” ઓપ્શન છે – તેનો ઉપયોગ કરો.
- Backup લેતી વખતે cloud space અને local space બંને manage કરો.
હવે Duplicate Photos ને Bye Bye કહો!
આટલું સરળ છે duplicate photos કાઢવું – કોઈ ખાસ skillની જરૂર નહિ, કોઈ tension નહિ. હવે તમારો ફોન રહેશે હલકો, gallery રહેશે સ્વચ્છ અને તમે વધુ ફોટો લઈ શકશો, તો બસ મોજ કરો!