ગરમીના દિવસોમાં તમારો ફોન અચાનક ખૂબ ગરમ થવા લાગે છે? એવું તમે પણ જોયું હશે કે મોબાઇલ વધારે સમય સુધી વાપરો કે વધારે ચાર્જ કરો તો હાથમાં પકડતાની સાથે જ ગરમ લાગવા લાગે છે. ખાસ કરીને ઉનાળાની તીવ્ર ગરમીમાં જ્યારે તમે ફોન બહાર કાઢો તો વધુ તાપમાનને કારણે ફોન હીટ થવાની સમસ્યા વધી જાય છે. કેટલીકવાર તો ફોન એટલો ગરમ થઈ જાય કે તેનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બની જાય છે – અને એ તમારા ફોન માટે લાંબા સમય સુધી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઘણા લોકો એવું વિચારે છે કે મોબાઇલ હીટ થવું એક નોર્મલ બાબત છે, પણ ખરેખર જો તમે સમયસર કાળજી ન લો તો ફોનની બેટરી, Performance અને Hardware પર ખરાબ અસર પડી શકે છે. આ આર્ટિકલમાં આપણે સરળ ભાષામાં સમજીશું કે ફોન કેમ ગરમ થાય છે, કેવી રીતે ફોનને ગરમ થતો અટકાવી શકાય છે અને કઈ બાબતોમાં ખાસ કાળજી લેવી જોઈએ – જેથી તમારો સ્માર્ટફોન લાંબો અને સલામત ચાલે.
ફોન કેમ ગરમ થાય છે?
સ્માર્ટફોન એક નાના કમ્પ્યુટરની જેમ કામ કરે છે. તેમાં Processor, Battery અને RAM સતત કાર્યરત હોય છે. જ્યારે આપણે ખુબજ હાઈ ગ્રાફિક્સ વાળા ગેમ્સ રમીએ, લાંબા સમય સુધી કેમેરાનો ઉપયોગ કરીએ કે વધારે Brightness સાથે વીડિયો ચાલુ રાખીએ ત્યારે ફોનનો Processor વધુ કાર્ય કરવાથી ગરમ થવા લાગે છે.
પછી Charging દરમિયાન પણ વધુ Power લેનાર Apps ચાલુ હોય તો બેટરી પર દબાણ વધે છે અને ફોન ઓવરહિટ થાય છે. ઉપરાંત, જો તમે Third-party (સસ્તા અને નોન-ઓરિજિનલ) ચાર્જર અથવા પાવરબેંક વાપરો છો તો તે પણ ફોનનું તાપમાન વધવાનું કારણ બની શકે છે. ઘણી વખત ફોન પર રાખેલ ભારે અને ચુસ્ત કવર ના લીધે પણ ફોન ગરમ થતો હોય છે. ઉનાળામાં બહારની ગરમી ના લીધે પણ ફોન ગરમ થાય છે.
ફોનને ગરમ થતું કેવી રીતે અટકાવી શકાય?
- Unused Apps બંધ કરો: જે Apps તમે વાપરતા નથી તેને બંધ કરો અથવા Uninstall કરો – ખાસ કરીને ઓટોમેટિક રીતે બેગ્રાઉન્ડમાં ચાલી રહેલા Apps.
- Brightness ઓછી રાખો: વધારે Screen Brightness હિટ વધારવાનું મુખ્ય કારણ હોય છે.
- ફોન નિયમિત રીસ્ટાર્ટ કરો: અઠવાડિયામાં 1–2 વાર ફોન બંધ કરીને ફરી ચાલુ કરવાથી કેમેરા અને Apps Refresh થાય છે.
- Low Power Mode ચાલુ કરો: ખાસ કરીને જ્યારે તમારો ફોન ગરમ થવા લાગે, ત્યારે Low Power/Battery Saver Mode નો ઉપયોગ કરો.
- Fast Charging ઓછું વાપરો: બહુવાર Fast Charging ગરમી વધારવાનું કામ કરે છે, જો જરૂરી ન હોય તો Simple Charging નો જ ઉપયોગ કરો.
ફોન હિટ થતો હોય ત્યારે શું ન કરવું?
- Charging દરમિયાન ફોન ઉપયોગ ન કરો: Charging સમયે Calls, Gaming, YouTube Video ચાલુ રાખવાથી બેટરી ગરમ થાય છે.
- ફોન પોકેટમાં ન મૂકવો: જો ફોન ગરમ થઈ રહ્યો હોય તો તેને ખુલ્લી જગ્યા પર રાખો જેથી હવા મળે.
- Screen ઉપરથી Screen ચાલુ રાખવી નહીં: ફોન Continuous Screen-ON સ્થિતિમાં હોય તો Processor પર વધુ લોડ આવે છે.
- ભારે મોબાઇલ કવર દૂર કરો: જો ફોન ગરમ થાય છે તો વેન્ટિલેશન માટે ફોન કવર ન રાખવું જોઈએ.
ફોનને ગરમ થતો અટકાવવા માટે આ બાબતોનું ધ્યાન રાખો?
- Original Charger નો જ ઉપયોગ કરો: હંમેશા Original brand charger/cable નો જ ઉપયોગ કરો. duplicate ચાર્જર કે બીજી કંપનીના ચાર્જરથી પાવર સપ્લાયમાં ફરક પડે છે જે તાપમાન વધારે છે.
- બહાર છાંયડોમાં જ ફોનનો ઉપયોગ કરો: સૂર્યપ્રકાશ સીધો પડતો હોય ત્યારે ફોન વધુ ગરમ થાય છે.
- જ્યારે ફોન ગરમ થાય ત્યારે બહારથી ઠંડો ન કરો: ફોનને ફ્રીઝમાં મૂકવો, પંખા સામે રાખવો વગેરે કરવું ઉલટુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
- Warning Ignore ન કરો: જો “Phone Temperature High” જેવી વોર્નિંગ આવે તો તરત યુઝ બંધ કરો અને ફોનને ઠંડો થવા દો પછી જ તેનો ઉપયોગ કરો.
અંતે
આર્ટીકલ માં અમે ફોનની ગરમ થવાની સમસ્યા વિશેની જાણકારી આપી છે. આશા રાખીએ કે આ જાણકારી તમારા માટે ઉપયોગી બનશે. અત્યારે ઉનાળાના સમયમાં ફોન ગરમ થયો હોય સામાન્ય બાબત છે પરંતુ વધારે પડતો ગરમ થતો ફોન ક્યારેક નુકસાન આપી શકે છે.