7550mAh બેટરી, 16GB રેમ અને 90W ના ફાસ્ટ ચાર્જર સાથે આવી રહ્યો છે Poco F7! જાણો કેટલી હશે કિંમત

Poco F7

હવે Poco પ્રેમીઓ માટે આવી ગઈ છે એક નવી અપડેટ! Poco F7, જે આગામી દિવસોમાં ભારતમાં અને કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં લોન્ચ થવાની ધારણા છે, જે પોતાની ડિઝાઈન અને ફિચર્સ માટે અત્યારથી જ ચર્ચામાં છે. જો તમે પણ Pocoનાં ફોનના ફેન છો કે ટેક દુનિયાની નવી નવી ખબર મેળવવાના શોખીન છો, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે.

હવે Poco F7 વિશે એક પછી એક લીક્સ બહાર આવી રહી છે – ક્યાં લોન્ચ થશે? શું ખાસ ફીચર્સ હશે? શું ભાવ રહેશે? એ બધાં પ્રશ્નોના જવાબો અહીં તમને સરળ અને રસપ્રદ ભાષામાં મળશે.

શું ખાસ છે Poco F7 માં?

તાજેતરમાં આવેલી એક રિપોર્ટ મુજબ Poco F7 ભારતમાં અને વૈશ્વિક બજારમાં જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં લોન્ચ થવાનો અહેવાલ છે, અને કદાચ 17 કે 19 જૂને માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી લેશે. ખાસ વાત એ છે કે આ ફોનને Redmi Turbo 4 Pro નું રીબ્રાન્ડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે, જે હાલમાં ચીનમાં લોન્ચ થયો છે.

શું છે Poco F7 ના ખાસ ફીચર્સ?

  • Poco F7માં મળશે એક 6.83 ઇંચનું 1.5K OLED LTPS ડિસ્પ્લે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે.
  • આ સ્માર્ટફોન Snapdragon 8s Gen 4 પ્રોસેસર પર ચાલશે, જેમાં મળશે 16GB સુધીની RAM અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ.
  • ઇન્ડિયન વર્ઝનમાં મળશે મોટી 7550mAh બેટરી બેકઅપ અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ. જ્યારે વૈશ્વિક વર્ઝનમાં થોડી ઓછી એટલે કે 6550mAh બેટરી મળશે.
  • કેમેરાની વાત કરીએ તો Poco F7માં મળશે 50MP પ્રાઈમરી કેમેરા અને 8MP સેકન્ડરી સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ. સેલ્ફી કેમેરો 20MP નો હશે, જેને સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે પરફેક્ટ માનવામાં આવે છે
  • ફોન IP68/IP69 રેટિંગ સાથે આવશે, એટલે કે ધૂળ અને પાણીથી સેફ!

Poco F7 ની કિંમત કેટલી હશે?

હાલ સુધી Poco તરફથી કન્ફર્મેશન નથી થયું, પરંતુ લીક્સ અનુસાર Poco F7 નું શરૂઆતનું વર્ઝન ભારતમાં ₹34,999ના ભાવમાં લોન્ચ થવાની શક્યતા છે. ટોચના વેરિઅન્ટ નો ભાવ ₹39,999 સુધી જઈ શકે છે. અગાઉ Poco F6 ₹29,999માં લોન્ચ થયો હતો, એટલે Poco F7માં ચોક્કસ વધારે કિંમત જોવા મળશે.

Poco F7 vs Poco F7 Pro vs Poco F7 Ultra

જો તમને પહેલાથી Poco F7 Pro અને Poco F7 Ultra વિશે ખબર હોય, તો તમને જણાવી દઈએ કે એ બંને ફોન માર્ચમાં લોન્ચ થયા હતા અને તેમને અલગ ચિપસેટ (Snapdragon 8 Gen 3 અને 8 Elite) તથા અલગ બેટરી કેમેરા કોન્ફિગરેશન સાથે રજૂ કરવામાં આવ્યા હતા.

કોના માટે બેસ્ટ છે Poco F7 ?

જો તમે હેવી ગેમિંગ કરો છો, મલ્ટીટાસ્કિંગ કરો છો અથવા તમે એવા સ્માર્ટફોનની શોધમાં છો જેમાં Designs અને Specs બંને સ્ટ્રોંગ હોય, તો Poco F7 તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. જોકે એ બધું લીક્સ પર આધારિત છે, એટલે ઓફિશિયલ લોંચ સુધી થોડી રાહ જુઓ – અને TechYug.in પર આખી માહિતી મેળવો.

Ranjitsinh Rajput

નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.

Leave a comment