નવો ફોન ખરીદવો છે ? તો પહેલા જાણી લો આ 10 બાબતો, જે તમારા પૈસા બચાવી શકે છે!

smartphone buying guide in gujarati

દરેક મહિને નવા ફોન લોન્ચ થાય છે, નવા ફીચર્સ આવે છે, અને બ્રાન્ડ્સ આશ્ચર્યજનક ઓફર્સ લઈને આવે છે. આવી સ્થિતિમાં સાચો ફોન પસંદ કરવો એ માથાનો દુઃખાવો બની જાય છે. તમે પણ ક્યારેય એવું અનુભવ્યું છે કે ફોન તો ખરીદ્યો, પણ થોડીજવારમાં લાગે કે “અરે! આ ફોન નો તો ખરીદવો જોઈતો!” એવું ન બને તે માટે કેટલીક વાતો ખરીદી પહેલા ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે.

માત્ર કેમેરા કે RAM જોઈને ફોન લેવાનું આજે પૂરતું નથી. તમારા ઉપયોગ મુજબ – જેમ કે Gaming, Social Media, Photography કે Office Work – સ્માર્ટફોન પસંદ કરવો જોઈએ. ઘણીવાર લોકો માર્કેટિંગ કે ઓફર્સ જોઈને ફોન લઈ લે છે અને પછી પસ્તાય છે. તો આજે આપણે જાણીશું એવી 10 જરૂરી બાબતો જે દરેક ગ્રાહકે નવો ફોન લેતા પહેલા અવશ્ય વિચારવી જોઈએ.

નવો ફોન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની 10 મહત્વની બાબતો

અહીં અમે એવી 10 બાબતોની વાત કરી છે, જે નવો ફોન ખરીદતા પહેલા તમારે જરૂરથી જાણી લેવી જોઈએ.

1. તમારું બજેટ નક્કી કરો

ફોન લેતા પહેલા સૌથી પહેલું પગથિયું છે – તમારું બજેટ નક્કી કરવું. આજે બજારમાં ₹7,000 થી લઈને ₹2,00,000 સુધીના સ્માર્ટફોન ઉપલબ્ધ છે. પરંતુ દરેક કિંમતના ફોનમાં અલગ અલગ ફીચર્સ હોય છે. Low-budget ફોન સામાન્ય ઉપયોગ માટે હોય છે જ્યારે mid-range ફોન વધુ સારી performance અને camera આપે છે. તમારા માટે શું વધુ મહત્વનું છે – એવું નક્કી કરી તમારા બજેટને મહત્વ આપો.

2. કયા ઉપયોગ માટે જોઈએ છે ફોન – Calling, Gaming કે Photography?

ફોન દરેક લોકો માટે જુદી જુદી રીતે ઉપયોગી હોય છે. તમે જો Calling અને WhatsApp માટે ફોન લેતા હોવ તો low budget સ્માર્ટફોન પણ ચાલશે. પરંતુ જો તમને photography, gaming કે video editing જેવી advance વસ્તુઓમાં રસ હોય, તો તમને વધુ powerful processor, વધારે RAM અને સારો camera વાળો ફોન લેવો જોઈએ. ફોન ખરીદતી વખતે તમે શા માટે તેનો ઉપયોગ કરશો તે સ્પષ્ટ કરો – જેથી તમારી પસંદગી વધુ યોગ્ય બનશે.

3. Processor ની પસંદગી – Snapdragon, MediaTek કે Apple Bionic?

Processor એટલે મોબાઇલનું હ્રદય. તેનો પ્રભાવ સીધો ફોનની સ્પીડ અને multitasking પર પડે છે. Snapdragon વધુ સારી performance અને battery optimization આપે છે. MediaTek પણ હવે Dimensity સિરીઝ સાથે ઉત્તમ બની ગયું છે. જો તમે iPhone પસંદ કરો છો તો Apple Bionic સીપીઓ શ્રેષ્ઠ ગણાય છે.

4. તમારા ઉપયોગ મુજબ RAM અને Storage પસંદ કરો

આજના સમયમાં ઓછામાં ઓછી 6GB RAM અને 128GB Storage હોવું જોઈએ. જો તમે સતત apps ચાલૂ રાખો છો, multitasking કરો છો તો વધુ RAM જરૂરી છે. હવે ઘણા ફોનમાં virtual RAM ફીચર પણ આવે છે. Storage માટે UFS 2.2 કે UFS 3.1 હોય તો ફાઇલ ટ્રાન્સફર ઝડપથી થાય છે. SD Card સપોર્ટ હોય છે કે નહીં તે પણ તપાસો.

5. Camera માં MP કરતા ફોટો કેટલા સારા આવે છે તે વધારે મહત્વનું છે

ફોન ખરીદતી વખતે લોકો માત્ર 108MP કે 64MP જોઈને અંધારી રીતે ખરીદી કરી લે છે. પરંતુ reality એ છે કે કેમેરા પરફોર્મન્સ Megapixel પર નહીં પરંતુ Sensor, Aperture, Optimization અને Software Processing પર આધાર રાખે છે. Real-life photos અને YouTube રિવ્યૂ જુઓ – જે તમને સાચી માહિતી આપશે.

6. Battery Life અને Charging Speed

ઘણીબધી Brands હવે 5000mAh+ બેટરી આપે છે, પરંતુ તેની સાથે fast charging છે કે નહીં તે જુઓ. ઓછામાં ઓછું 25W થી શરૂ થતી ચાર્જિંગ હોય તો તમારો ફોન ઝડપથી charge થશે. જો તમે દિવસભર ફોનનો ઉપયોગ કરો છો (Gaming, Video Streaming), તો Battery Performance તમારા માટે ખૂબ મહત્વનું છે.

7. Display Quality – AMOLED vs LCD, Refresh Rate કેટલો હોવો જોઈએ?

Display એ ફોનની visual quality માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. AMOLED display વધુ શાર્પ કલર્સ, deep blacks આપે છે અને આંખો માટે પણ આરામદાયક હોય છે. જો તમે OTT apps કે gaming કરો છો તો 90Hz કે 120Hz Refresh Rate વાળો display પસંદ કરો – જે scrolling અને animations ને buttery smooth બનાવે છે.

8. 5G સપોર્ટ છે કે નહીં?

ભારતમાં હવે ઘણી જગ્યાએ 5G નેટવર્ક ઉપલબ્ધ છે. જો તમારું બજેટ થોડુ વધુ છે, તો 5G સપોર્ટ વાળો ફોન પસંદ કરો – જેથી ભવિષ્યમાં નવી ટેકનોલોજીનો લાભ લઈ શકો. Check કરો કે ફોનમાં કેટલી 5G Bands છે, જેથી coverage વધુ સારું મળે.

9. Software Updates અને UI – Clutter-Free vs Bloatware

ફોનમાં આપેલું Operating System અને UI (User Interface) પણ મહત્વ ધરાવે છે. Clean UI – જેમ કે Stock Android, Oxygen OS વગેરે વધુ smooth હોય છે. MIUI, OneUI જેવા custom UI બહુ બધી pre-installed apps (bloatware) સાથે આવે છે. Brands કેટલી વખત Updates આપે છે તે પણ જુઓ – કારણ કે તે Security અને Features માટે આવશ્યક છે.

10. Brand Trust, After Sales Service અને Online Reviews

અંતે, તમે જે Brand પસંદ કરો છો – તેની market trustworthiness, customer service અને feedback તપાસો. ખરાબ After Sales Service હોય તો future માં પરેશાન થઈ શકો છો. હંમેશા Google પર Reviews વાંચો, YouTube પર Real Phone Testing Videos જુઓ અને Genuine Feedback લેનાર Sources પર વિશ્વાસ કરો.

અંતે

ફોન ખરીદવો એ એકવારનો ખર્ચ છે, પણ જો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો એ રોજબરોજની તકલીફ બની શકે છે. બજારમાં કેટલીય ઑફર્સ, બ્રાન્ડ્સ અને ફીચર્સ વચ્ચે આપણે ક્યારેક ભ્રમિત થઈ જઈએ છીએ. એટલે જ ઉપર જણાવેલી 10 બાબતો તમારા માટે માર્ગદર્શક બની શકે છે – જે તમને perfect smartphone પસંદ કરવામાં મદદ કરશે.

TechYug.in પર અમારો હંમેશાં પ્રયાસ રહેશે કે તમને ટેકના વિશ્વની સાચી, નિષ્ઠાવાન અને સરળ ભાષામાં માહિતી મળી રહે.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, કોમેન્ટમાં તમારા પ્રશ્નો લખો અને આવા વધુ લેખો માટે અમારી વેબસાઇટ TechYug.in પર વિઝિટ કરતા રહો.

Ranjitsinh Rajput

નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.

Leave a comment