શું તમારો ફોન ધીમો ચાલે છે? તો ટ્રાય કરો આ સેટિંગ અને ફોનને બનાવો સુપરફાસ્ટ

tips to increase phone speed

અત્યારે સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ બની ચૂક્યો છે, ત્યારે જો ફોન ધીમો ચાલવા લાગે તો કંટાળો આવે છે ને? એપ્સ ઓપન થવામાં વાર લાગે, સ્ક્રોલ કરો તો લેગ થાય – એવું લાગવા લાગે કે હવે ફોન બદલવો પડશે! પણ થાંભો… કદાચ તમારો જૂનો મોબાઇલ હજુ પણ મસ્ત ચાલી શકે તેવો છે – જો તમે આ ટીપ્સ અજમાવો તો!

ચાલો આજે જાણી લઈએ એવી સરળ અને કામની ટિપ્સ, જે તમારા ધીમા પડેલા મોબાઇલને ફરી સુપરફાસ્ટ બનાવી શકે છે – અને એ પણ કોઈ નવી એપ ઇન્સ્ટોલ કર્યા વિના!

ફોનને સુપરફાસ્ટ બનાવવા માટેની ટીપ્સ

અહીં અમે કેટલીક સરળ ટીપ્સ અને સેટિંગ્સ આપ્યા છે જે અનુસરીને તમારા જૂના મોબાઇલને પણ ફાસ્ટ બનાવી શકો છો.

1. બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો

ઘણા યુઝર્સ જાણતા નથી કે આપણે જે એપ્સ ઓપન કરીએ છીએ, એ ઘણીવાર બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે અને RAM વાપરે છે. જેનાથી ફોનની સ્પીડ ધીમી થઈ જાય છે. આવી એપ્સને બંધ કરવા માટે Settings > Apps > Running apps જઈને જે એપ્સ ઉપયોગમાં નથી એવી Apps ને બંધ કે Force Stop કરો.

2. Cache ક્લીયર કરો

એપ્લિકેશન્સનો cache એટલે કે વેરવિખેર ડેટા પણ ફોન ધીમું પાડે છે. તમે Settings > Storage > Cached data → Clear કરો. આ રીતે તમે થોડું ઘણું સ્ટોરેજ પણ ખાલી કરી શકશો.

3. Unused Apps ને Uninstall કરો

ફોનમાં એવી ઘણી એપ હોય છે જે તમે ક્યારેય ઓપન પણ ન કરતા હો. એવી એપ્સ માત્ર જગ્યા જ નથી લેતી પણ સિસ્ટમ રિસોર્સ પણ વાપરે છે. આવી Unused અને બિનજરૂરી એપ્સને uninstall કરો અને ફૉનને હળવો બનાવો.

4. ફોનને રિસ્ટાર્ટ કરો

જ્યારે તમે ઘણા સમય સુધી ફોન રીસ્ટાર્ટ ન કરો, ત્યારે પણ તે ધીમો પડે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વખત તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાથી પરફોર્મન્સ સુધરે છે.

5. Software Update તપાસો

કેટલાક વખત ફોન ધીમો પડે તો તેનું કારણ જૂનું software version હોય છે. તમે Settings > Software Update → Check for updates પર જઈને તમારા ફોનની નવી અપડેટ આવી છે કે કેમ એ ચેક કરી શકો છો.
નવી અપડેટ ઘણી બગ્સ ફિક્સ કરે છે અને performance સુધારે છે.

6. Live Wallpaper અને Heavy Widgets કાઢી નાખો

હવે આ ટિપ ખુબ જરૂરી છે. જો તમારું હોમસ્ક્રીન ભારે Live Wallpaper અને બહુ બધા widgetsથી ભરેલું છે તો તે પણ તમારા સ્માર્ટફોનને ધીમો કરે છે. Simple wallpaper રાખો અને જરૂરિયાત મુજબના widgets જ ઉમેરો.

7. Auto-sync અને Location ઓફ રાખો

Auto-sync અને location સતત ચાલુ હોય તો તે પણ બેટરી અને performance પર અસર કરે છે. તને બંધ કરીને ફોનના પરફોર્મન્સને સુધારી શકાય છે.
Auto-sync બંધ કરવા માટે : Settings > Accounts → Auto-sync Off
Location બંધ કરવા માટે : Settings > Location → Off (જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે)

8. Battery Saver અથવા Lite Mode Try કરો

ઘણા ફોનમાં હવે “Battery Saver” અથવા “Lite Mode” આવે છે, જે ખરેખર ફાયદાકારક છે. આ મોડથી unnecessary animations અને background processes બંધ થાય છે – જે ફોનને ઝડપી બનાવે છે.

અંતે

મિત્રો, મોબાઇલ ધીમો ચાલે એટલે બદલી નાખો એજ ઈલાજ નથી. થોડીક બુદ્ધિપૂર્વકની ટિપ્સ અજમાવશો તો તમારો જૂનો ફોન પણ ફાસ્ટ અને સ્મૂથ બની શકે છે.

આજે જ આ ટ્રિક્સ અજમાવો અને નીચે કોમેન્ટમાં જણાવો કે કઈ ટિપ સૌથી વધુ ફાયદાકારક લાગી. અને હા, જો આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો – કેમ કે આપણું મકસદ છે ટેકનોલોજીને ગુજરાતી ભાષામાં દરેક સુધી પહોંચાડવું.

Ranjitsinh Rajput

નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.

Leave a comment