દરરોજ એક જ પ્રકારની બકબક કરી ને બોર થઇ ગયા છો? તો તૈયાર થઇ જાઓ, કારણ કે WhatsApp લાવ્યું છે એવું ફીચર જેનાથી તમારી ચેટિંગ એકદમ મઝેદાર બની જશે! હવે તમે WhatsAppમાં પોતાનો AI Chatbot બનાવી શકો છો – જે તમારી પસંદ પ્રમાણે વાત કરશે, તમને ગાઇડ કરશે અને તમને Inspire પણ કરશે!
હા, તમે સાચું વાંચ્યું! Meta હવે WhatsAppમાં AI લાવવા જઈ રહ્યું છે. હવે તમારા WhatsApp માં જ તમને મળશે “AI Friend” – જે તમારી સાથે મિત્રની જેમ વાત કરશે, તમને એન્ટરટેન કરશે અને નવી નવી બાબતો શીખવાડશે!
શું છે આ નવા ફીચરનું નામ?
આ ફીચરનું નામ છે “AI-powered chatbots”, અને હાલમાં તે WhatsApp Beta માટે rollout થઇ રહ્યું છે. જેમ કે પહેલા Instagram અને Messenger પર Meta AI Studio દ્વારા આવું ફીચર આવી ગયું હતું, હવે એ જ કમાલનું ફીચર WhatsAppમાં પણ આવી રહ્યું છે.
WhatsApp Beta for Android (વર્ઝન 2.25.18.4) વાળા યુઝર્સ માટે આ ફીચર હાલમાં ટેસ્ટ થઈ રહ્યું છે. એટલે કે જે Beta વપરાશકર્તાઓ છે, તેઓ હાલ રોલઆઉટમાં આ મસ્ત ફીચરની મજા લઈ રહ્યા છે. ત્યારબાદ આ ફીચર આપણા જેવા સામાન્ય વોટ્સએપ યુઝર માટે પણ આવી જશે
કઈ રીતે બનાવશો તમારો પોતાનો AI Chatbot?
WhatsAppમાં આ ફીચર એકદમ simple Interface સાથે આવ્યું છે. તમે તમારું AI Assistant બનાવતી વખતે નીચેના સ્ટેપ્સ ફોલો કરશો:
- AIને નામ આપો – તમારું Creative દિમાગ અહીં ચલાવો!
- Personality અને Role પસંદ કરો – જેમ કે Motivational Coach, Travel Guide કે Productivity Planner.
- ટોન પસંદ કરો – Calm, Funny, Bold, Energetic… તમારી પસંદ પ્રમાણે!
- Avatar Design કરો – Visual look પણ તમારું!
- Tagline લખો – catchy લાઇન જે બીજાઓને આકર્ષે.
WhatsApp તમને કેટલાક ready-made templates પણ આપશે જે તમારા પસંદ કરેલા રોલ અને પર્સનાલિટી ઉપર શૂટ થાય – એટલે તમે beginner હોવા છતાં પણ professional AI બનાવી શકો છો.
Public કે Private? તમે નક્કી કરો!
AI Chatbot બનાવ્યા પછી તમે નક્કી કરી શકો છો કે તેને:
- Public રાખવું છે (અને શેયર Link બનાવીને Groupમાં શેર કરવો),
- કે Private રાખવું છે, જો તમે તેને તમારા Private Productivity માટે ઉપયોગમાં લાવવાના હોવ તો.
આ Option બહુ ઉપયોગી છે જેમ કે તમે Mental Health Chatbot બનાવો, કે Personal Study Planner – તો તે તમારા માટે જ Private રહે છે.
આ ફીચરથી શું ફાયદા થશે?
- તમારું AI તમારા interest પ્રમાણે Tune થાય છે.
- રોજબરોજ Motivational Quotes આપતું AI બનાવો!
- Customer Support કે Learning માટે Personal Assistant બનાવો!
- Friends માટે Fun Bot કે Travel Guide પણ બનાવી શકાય છે.
આ બધું કોઈપણ પ્રકારના ટેકનિકલ નોલેજ વગર… માત્ર વૉટ્સએપની અંદર!
Whatsapp ના બધા યૂઝર માટે ક્યારે આવશે આ ફીચર?
હાલમાં આ ફીચર થોડા Beta Users માટે ઉપલબ્ધ છે. જો તમે WhatsApp Beta update (v2.25.18.4) Google Play Store પરથી ઇન્સ્ટોલ કરો છો તો તમારે થોડી રાહ જોવી પડી શકે. પછીના થોડા અઠવાડિયામાં ધીરે ધીરે બધાને આ સુવિધા મળશે.
અંતે
આવું ફીચર આવે તો મજા આવી જાય, નહિ? WhatsApp હવે માત્ર ચેટિંગ માટે નથી રહ્યું – હવે તે તમારું AI Partner બની જશે?
આવી મજેદાર અને ઉપયોગી ટેક અપડેટ માટે TechYug.in વિઝિટ કરતા રહો. તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો અને આ આર્ટિકલ શેર કરવાનું ભૂલશો નહીં.