WhatsApp નું નવું ફીચર : Username થી કરો Chat, નંબર રાખો Private!

whatsapp new username feature

અત્યારે કોણ ઇચ્છે કે પોતાનો મોબાઈલ નંબર કોઈ અજાણ્યા વ્યક્તિને આપે? બધા પોતાની ઓળખ છુપાવવા માંગે છે. લોકો અજાણ્યા વ્યક્તિથી WhatsApp કે અન્ય મેસેજિંગ એપ પર વાત કરવા માંગે છે, પણ છુપી રીતે. હવે તમારી આ ઈચ્છા થવાની છે પૂરી, કારણ કે WhatsApp લાવ્યું છે એક ધમાકેદાર ફીચર – Username system. હા, બિલકુલ Telegram જેવું જ ફીચર! આ ફીચર દ્વારા હવે તમે કોઈને તમારો મોબાઈલ નંબર આપ્યા વગર પણ ચેટ કરી શકો છો.

આજકાલ લોકો પ્રાઇવસી પ્રત્યે ખુબ જ જાગૃત છે. દરેક વ્યક્તિ ચાહે છે કે પોતાનો મોબાઈલ નંબર તો પ્રાઇવેટ જ રહે. WhatsApp આ વાત સમજીને તૈયાર કરી રહ્યું છે એક એવી system, જ્યાં તમે તમારું unique username બનાવી શકો – જેની મદદથી કોઈ પણ તમને તમારી ID પરથી છે કરી શકે છે, તમારો મોબાઈલ નંબર છુપાવીને!

Telegram જેવી જ ફીચર WhatsApp માં પણ!

Telegram અને Signal જેવી chat apps પહેલેથી જ usernames allow કરે છે, પણ હવે WhatsApp પણ આ રેસમાં આવી રહ્યું છે. જે beta version ની TestFlight buildમાં WABetaInfo દ્વારા આ ફીચર પ્રથમ વખત નોટિસ કરવામાં આવ્યું છે.

આ usernames ખાસ કરીને ફોન નંબર ને પ્રાઈવેટ રાખવા માટે બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે, કોઈ તમારા નંબર વગર પણ તમારા username થી તમારો contact જોઈ શકે છે – બસ તમારું username આપો અને વાત કરો!

Usernames માટે શું નિયમો રહેશે?

WhatsApp એ usernames માટે કેટલાક નિયમો પણ તૈયાર કર્યા છે:

  • Username “www.” થી શરૂ ન થઈ શકે.
  • ઓછામાં ઓછું એક letter હોવું જરૂરી છે (માત્ર નંબરો નહિ ચાલે).
  • માત્ર નીચેના characters use કરી શકાય: a–z, 0–9, period (.) અને underscore (_).

અને ખાસ વાત એ છે કે જ્યારે તમે વેલિડ username પસંદ કરો, ત્યારે WhatsApp તમને “confetti animation” સાથે confirm પણ કરશે! મજા આવી જાય નહીં?

Username બદલશો તો બધાને ખબર પડશે!

જો તમે તમારું username ભવિષ્યમાં બદલો છો, તો WhatsApp એક સિસ્ટમ મેસેજ group chats કે conversationsમાં મોકલશે – બિલકુલ એ રીતે જેમ પ્રોફાઈલ ફોટો કે નંબર બદલીએ ત્યારે મેસેજ આવે છે.

આમ તો ફીચર હજુ beta users માટે પણ live નથી થયું, પણ સ્ટ્રિંગ્સ અને UI clues પરથી લાગી રહ્યું છે કે ખૂબ જ જલદી લોન્ચ થવાનું છે. એટલે જો તમે પણ Telegram જેવી facility WhatsApp માં જોઈ રહ્યા હતા, તો હવે countudown શરૂ કરી દો!

WhatsApp Web અને iPad App પર પણ અપડેટ આવશે

આ નવાઈ ભરેલા update સાથે WhatsApp હવે પોતાની web version અને iPad version માટે પણ નવી સુવિધા લાવી રહ્યું છે. ખાસ કરીને username availability checker – જેથી તમે જોઈ શકો કે જે username તમે રાખવા ઈચ્છો છો, એ available છે કે નહીં.

છેલ્લે કંઈક ખાસ…

આવા tech updates માં તમને પણ રસ છે! તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. TechYug.in પર અમે આપને WhatsApp, Telegram, Android, iPhone અને બીજી ઘણી ટેક ન્યૂઝ – એ પણ ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં જણાવીએ છીએ. તો મિત્રો, કોમેન્ટ કરીને જણાવો કે તમે તમારા Whatsapp નું username શું રાખશો?

Ranjitsinh Rajput

નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.

Leave a comment