આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક મેસેજ, ફોટો અને વોઈસ નોટ મહત્વનો હોય છે, ત્યાં તમારા ડેટા અને ચેટ્સની સુરક્ષા સૌથી અગત્યની બને છે. ઘણા લોકો WhatsApp તો વાપરે છે, પણ 99% લોકો આ પ્રાઇવેસી સેટિંગ વિશે જાણતા નથી.
આ આર્ટિકલમાં આપણે વિગતે સમજીશું કે WhatsApp કઈ રીતે તમારી સુરક્ષા માટે વિવિધ વિકલ્પો આપે છે, જેમ કે disappearing messages, Face ID લોક, last seen control, blue ticks છુપાવવી, અને ઘણા વધુ છુપા ફીચર્સ. આ બધા ફીચર્સનો ઉપયોગ કરી તમે તમારી પ્રાઇવેસી સુરક્ષિત કરી શકો છો.
1. Disappearing Messages – આપમેળે મેસેજ ડિલીટ થઈ જશે મેસેજ
Disappearing Messages એ WhatsAppનું એવું ફીચર છે જેમાં ચેટમાં મોકલાયેલા મેસેજ નક્કી કરેલા સમય પછી આપમેળે ડિલીટ થઈ જાય છે. તમારે વ્યક્તિગત ચેટ માટે પણ આ ફીચર સેટ કરી શકાય છે અને ગ્રુપ ચેટ માટે પણ.
વ્યક્તિગત ચેટ માટે:
- ચેટ ઓપન કરો
- ઉપર નામ પર ટચ કરો
- “Disappearing Messages” પસંદ કરો
- સમય પસંદ કરો – 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ
તમામ ચેટ માટે:
- WhatsApp > Settings > Privacy
- “Default Message Timer” પસંદ કરો
- સમય પસંદ કરો
ટેકનિકલ નોંધ: Disappearing Messages માત્ર નવા મેસેજ પર લાગૂ પડે છે, જુના મેસેજ પર નહીં. જો રીસીવર auto-forward કરે કે backup કરે તો તે મેસેજ ડિલીટ થતો બચી શકે છે.
2. View Once – માત્ર એક જ વખત જોવા મળશે ફોટો અને વિડિઓ
આ ફીચર media files જેવી કે ફોટો અને વિડિઓ માટે છે, જેને રીસીવરની પાસે માત્ર એક જ વખત જોવા મળશે.
કેવી રીતે વાપરશો:
- ચેટ ખોલો
- : (Android) / + (iOS) પર ટચ કરો
- કેમેરાથી ફોટો લો અથવા ગેલેરીમાંથી પસંદ કરો
- Send બટન પાસે “1” આઇકન પર ટચ કરો
- મોકલવા માટે Send દબાવો
મહત્વપૂર્ણ: આ ફીચર્સ તમારા ફોટો અને વીડિયો ને Screenshot લેવાથી બચાવી શકતો નથી, એટલે ખાસ માહિતી માટે આ ફીચરનો સાવચેતીથી ઉપયોગ કરો.
3. Face ID/Touch IDથી WhatsApp અનલોક કરો
તમારું WhatsApp કોઇ બીજું વ્યક્તિ ખોલી ન શકે એ માટે સ્ક્રીન લોક ફીચર ઉપયોગી છે. જેના દ્વારા whatsapp ખોલતા પહેલા તમારે લોક ખોલવો પડશે.
પ્રોસેસ:
Settings > Privacy > Screen Lock > “Require Face ID / Touch ID” ઓન કરો
ટિપ: Androidમાં પણ બાયોમેટ્રિક લોક સુવિધા ઉપલબ્ધ છે (Phone settings દ્વારા).
4. Last Seen અને Online સ્ટેટસ કંટ્રોલ કરો
આ ફીચરથી તમે નક્કી કરી શકો છો કે કોણ કોણ જોઈ શકે છે કે તમે છેલ્લે ક્યારે ઓનલાઇન હતા કે તમારું Last Seen શું છે.
Settings > Privacy > “Last Seen & Online”
પસંદગી:
- Everyone
- My Contacts
- My Contacts Except…
- Nobody
“Same as Last Seen” વિકલ્પથી તમે નક્કી કરી શકો છો કે જ્યારે તમે Online હો ત્યારે પણ કોણ જોશે કે તમે WhatsApp ઓપન કર્યું છે કે નહીં.
5. Read Receipts (બ્લુ ટિક) બંધ કરો
મેસેજ વાંચ્યા પછી જો મળતા બ્લુ ટિક તમને મુશ્કેલીમાં મૂકતા હોય, તો આ વિકલ્પ ઉપયોગી છે.
Settings > Privacy > Read Receipts > Off
જો તમે Read Receipts બંધ કરો છો, તો તમને પણ બીજાઓના મેસેજ રીડ થયા છે કે નહીં એ જોવા નહીં મળે.
ટેક હેક્સ:
- iPhoneમાં Siri વડે મેસેજ વાંચાવશો તો બ્લુ ટિક નહીં આવશે.
- Androidમાં નોટિફિકેશનમાં મેસેજ વાંચવાથી પણ બ્લ્યુ ટિક નહીં થાય.
6. કોણ જોઈ શકે છે તમારો Profile Photo?
તમારું પ્રોફાઇલ પિક્ચર કોણ જોઈ શકે તે તમે નિયંત્રિત કરી શકો છો. તમે જો કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારું પ્રોફાઈલ પિક્ચર ન જોવા દેવા માંગતા હોવ તો આ ફીચર તમારા માટે ઉપયોગી છે. ગૃપમાં અજાણ્યા લોકો હોય ત્યારે આ ફીચર ખૂબ ઉપયોગી બને છે.
Settings > Privacy > Profile Photo
વિકલ્પો: Everyone, My Contacts, My Contacts Except…, Nobody
7. પરેશાન કરતા લોકોને Block કરો.
જો કોઈ તમને વોટ્સએપ પર મેસેજ કે કોલ કરીને પરેશાન કરે છે તો હવે વધુ નહીં. તમે તેવા લોકોને બ્લોક કરી શકો છો. Block કરવાથી એ વ્યક્તિ તમને મેસેજ કે કોલ ન કરી શકે. બ્લોક કરવા માટે :
- ચેટ ખોલો
- કોન્ટેક્ટ નામ પર ટચ કરો
- નીચે સ્ક્રોલ કરો અને “Block Contact” પસંદ કરો
- ફરીથી “Block” દબાવી પુષ્ટિ કરો
8. ગેલેરીમાં ફોટો કે વિડિઓને auto-save થતા બંધ કરો
WhatsAppમાં મળેલા ફોટો/વિડિઓ આપમેળે તમારા Gallery અથવા Camera Rollમાં સેવ થાય છે. જો તમે નાં ઇચ્છતા હો તો આ રીતે બંધ કરો:
iOS માટે :
Settings > Chats > Save to Camera Roll → Off
Android માટે:
Settings > Chats > Media Visibility → Off
9. ચોક્કસ લોકો માટે auto media visibility મેનેજ કરો
કેટલાક કોન્ટેક્ટ માટે automatic media saving ચાલુ અથવા બંધ કરવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો:
- ચેટ ખોલો
- કોન્ટેક્ટ નામ પર ટચ કરો
- iOS: Save to Camera Roll
Android: Media Visibility - પસંદ કરો: Default / Yes / No
નિષ્કર્ષ
WhatsApp માત્ર વાતો કરવા માટે નથી, હવે એ ડિજિટલ જિંદગીનો અભિન્ન ભાગ બની ગયું છે. એવું ન બને કે તમારું ડેટા બીજાના હાથમાં જાય. ઉપરના બધાં ફીચર્સ તમારી પ્રાઇવસી, ડેટા સુરક્ષા અને કંટ્રોલ માટે છે.
આ લેખ તમને ઉપયોગી લાગ્યો હોય તો શેર કરો અને નીચે કોમેન્ટમાં જણાવો કે તમે કયા ફીચર વિશે પહેલેથી જ જાણતા હતા?