શું તમારા બાળકો સતત YouTube Shorts જોયા કરે છે? તો અત્યારે જ કરી દો આ 3 સરળ સેટિંગ, નહીં તો પસ્તાસો

youtube shorts parental control tips

આજ કાલ આપણા ફોનમાં સૌથી વધુ જોવાતું હોય તો તે છે YouTube Shorts! એમાં પણ જો ઘરમાં નાના બાળકો હોય તો વાત જ પૂરી થઈ ગઈ! કલાકો સુધી તેઓ Shorts જોયા કરે છે. એક પછી એક શોર્ટ વીડિયો આવતા જ જાય અને બાળકો એમાં ખોવાઈ જાય છે.

આ એક પ્રકારનું વ્યસન બની ગયું છે અને જો તમે તમારા બાળકને આ વ્યસનમાંથી બહાર કાઢવા માંગતા હો, તો ચિંતા ના કરો. આજના આ આર્ટિકલમાં હું તમને એવી ત્રણ સરળ અને બિલકુલ ફ્રી રીતો વિશે જણાવીશ, જેનાથી તમે તમારા બાળકને YouTube Shortsના વ્યસનથી બચાવી શકો છો. તો ચાલો, જાણીએ!

1. “Remind Me to Take a Break” ફીચરનો ઉપયોગ કરો

તમને કદાચ ખબર નહીં હોય, પણ YouTube એપમાં જ એક બહુ જ ઉપયોગી ફીચર છે, જેનું નામ છે “Remind me to take a break”. આ ફીચર ચાલુ કરવાથી, તમે સેટ કરેલા સમય પછી YouTube એપ તમને બ્રેક લેવાનું યાદ અપાવશે. બાળકો માટે આ ફીચર ખૂબ જ કામનું છે.

આ રીતે ચાલુ કરો:

  • સૌથી પહેલા YouTube એપ ખોલો અને નીચે જમણી બાજુએ રહેલા ‘You’ના ઓપ્શન પર ટેપ કરો.
  • હવે ઉપર જમણી બાજુએ સેટિંગ્સના આઇકોન પર ટેપ કરો.
  • ‘General’ માં જાઓ.
  • ત્યાં તમને ‘Remind me to take a break’ નો ઓપ્શન મળશે.
  • આ ઓપ્શન પર ટેપ કરો અને તમે કેટલા સમય પછી બ્રેક લેવા માંગો છો, તે સમય સેટ કરો (દા.ત. દર 30 મિનિટે). બસ, હવે આ ફીચર ચાલુ થઈ જશે.

2. YouTube માં “Restricted Mode” ચાલુ કરો

ઘણીવાર બાળકો એવા Shorts વીડિયો જોઈ લે છે જે તેમની ઉંમર માટે યોગ્ય નથી હોતા. આનાથી બચવા માટે YouTube માં જ એક બીજું બહુ જ સરસ ફીચર છે – Restricted Mode. આ ફીચર ચાલુ કરવાથી YouTube અમુક અયોગ્ય (potentially mature) વીડિયોને ઓટોમેટિકલી છુપાવી દે છે. આનાથી બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ બને છે.

આ રીતે ચાલુ કરો:

  • YouTube એપમાં ફરીથી ‘You’ ના ઓપ્શન પર જાઓ.
  • સેટિંગ્સ > ‘General’ માં જાઓ.
  • અહીં તમને ‘Restricted Mode’ નો વિકલ્પ મળશે.
  • તેને ઓન (On) કરી દો.

3. થર્ડ-પાર્ટી એપ્સ અથવા એક્સ્ટેન્શનનો ઉપયોગ કરો

જો તમને ઉપર જણાવેલ રીતો પૂરતી ન લાગતી હોય, તો તમે કેટલાક થર્ડ-પાર્ટી ટૂલ્સનો ઉપયોગ પણ કરી શકો છો. આ ટૂલ્સથી તમે Shortsને પૂરી રીતે બ્લોક કરી શકો છો.

  • કમ્પ્યુટર પર: જો તમારું બાળક કમ્પ્યુટર પર YouTube જોતું હોય, તો તમે “Remove YouTube Shorts” નામનું બ્રાઉઝર એક્સ્ટેન્શન ઇન્સ્ટોલ કરી શકો છો. આ એક્સ્ટેન્શન Shorts વીડિયોને YouTube ના હોમપેજ અને સર્ચ રિઝલ્ટમાંથી હટાવી દે છે.
  • એન્ડ્રોઇડ ફોન પર: એન્ડ્રોઇડ યુઝર્સ માટે “Block Scroll” જેવી એપ ઉપલબ્ધ છે. આ એપ YouTube Shorts ને સ્ક્રોલ કરતા અટકાવે છે, જેથી બાળકો માટે Shorts જોવું અશક્ય બની જાય છે. આ એપથી તમે બીજી ઘણી શોર્ટ-ફોર્મ કન્ટેન્ટ એપ્સ જેવી કે ઇન્સ્ટા રીલ, સ્નેપચેટ અને ફેસબુકના શોર્ટ વીડિયોને પણ બ્લોક કરી શકો છો.

અંતે

મને આશા છે કે આ ટિપ્સ તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. બાળકોને ટેકનોલોજીથી દૂર રાખવા જરૂરી નથી, પરંતુ તેમને તેનો સંતુલિત અને સુરક્ષિત ઉપયોગ કરતા શીખવવું જરૂરી છે.

આ પણ વાંચો : બાળકોને મોબાઈલની માયાજાળમાંથી કેવી રીતે છોડાવવા? આ રહી મજેદાર ટિપ્સ!

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને સૌથી વધુ કઈ ટિપ કામની લાગી. આવી જ વધુ ટેક ટિપ્સ અને રસપ્રદ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહેજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ આર્ટિકલ સાથે!

Ranjitsinh Rajput

નમસ્કાર ! મારું નામ રણજીતસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હુ અલગ અલગ બ્લોગ પર માહિતી આપી રહ્યો છું. આ ટેકનોલોજી બ્લોગ પર ગુજરાતી ભાષામાં ટેક, ગેજેટ, ડીલ્સ, એપ્સ અને અવનવી માહિતી મળશે. આશા છે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ગમશે.

Leave a comment